welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Monday 28 May 2012

પોઝિટિવ વિચાર


એક હબસી ગુલામ પોતાના માલિકના કૂવામાં પડી ગયો. માલિકે ગુલામની ચીસો સાંભળી કૂવામાં ડોકિયું કર્યું તો કૂવામાં પડેલા ગુલામને જોયો. તેને સહાનુભૂતિ થઈ અને વિચાર્યું કે ગુલામને કેવી રીતે બહાર કાઢું. પછી વિચાર આવ્યો કે અત્યારે ગુલામ કે કૂવો મારા માટે કંઈ કામના નથી. કૂવામાં પાણી નથી અને ગુલામ ઘરડો થયો છેતેથી તેને પાડોશીને બોલાવ્યા અને કહ્યું કે કૂવામાં માટી નાખી હું કૂવો પૂરી દઈશ અને ગુલામને દફન પણ કરી દઈશ. કૂવામાં પડેલો ગુલામ આ જાણી એકદમ દુઃખી થઈ ગયો. મોત સામે દેખાયુંપણ ગુલામ ડહાપણવાળો હતો. વિચાર્યું કે જેમ જેમ લોકો માટી નાખશે તો જે માટી મને દફનાવા માટે નાખવામાં આવે છે તે માટી મારા માટે ઉપર ચડવાનો માર્ગ થઈ જશે. વિચારવું સહેલું છે પણ થોડી માટી ઉપર પડી કે તમ્મર આવી ગયા અને પગ ઢીલા થઈ ગયાપણ ગુલામે હિંમત હારી નહીં અને જેમ જેમ માટી પડી તેમ ખંખેરી ઉપર આવવા માંડયો. છેલ્લે સાવ બહાર નીકળી ગયો. આપણી દરેક સમસ્યા ઉપર ચઢવાની સીડી છે, જો સકારાત્મક રીતે વિચારીએ તો.