welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Monday 28 May 2012


માણસની પાંચ ખોટી ધારણાઓ તેને આખી જિંદગી દૂ:ખી કરવા માટે પૂરતી છે




(1) મારી મહેનત કરતાં મને ઓછું મહેનતાણું મળે છે અને મારું શોષણ થાય છે !

(2) મારી લાગણીઓને કોઈ સમજતુ નથી અને મારી વાત કોઈ સાંભળતુ નથી !

(3) મારા કામની કોઈ કદર કરતુ નથી અને મને યશ મળતો નથી !

(4) મેં હંમેશાં બધાને મદદ કરી છે અને હવે મારે જરૂર છે ત્યારે મને કોઈ મદદ કરતુ નથી !

(5) મારો કોઈ દોષ નથી હોતો અને છતાં મારો જ વાંક કાઢવામાં આવે છે !



મિત્રો,
આ પાંચેય ધારણાઓમાં આપણે આપણા દુ:ખ માટે "બીજાને" જવાબદાર માનીએ છીએ.એક વાત યાદ રાખજો , માણસ જયારે પોતાના સુખને"પરાધીન" બનાવી દે છે, ત્યારે તેને "પીડાધીન" બનતાં ભગવાન પણ અટકાવી શક્તો નથી !

આજનું શિક્ષણ



આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે

પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું

સ્વીમિંગપૂલના સઘળા નિયમોનું પાલન કરવાનું

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું

લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે

કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે

અમથુ કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું

ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો

'આઉટડેટ' થયેલો વડલો મારી કાઢે છે ભૂલો

પોઝિટિવ વિચાર


એક હબસી ગુલામ પોતાના માલિકના કૂવામાં પડી ગયો. માલિકે ગુલામની ચીસો સાંભળી કૂવામાં ડોકિયું કર્યું તો કૂવામાં પડેલા ગુલામને જોયો. તેને સહાનુભૂતિ થઈ અને વિચાર્યું કે ગુલામને કેવી રીતે બહાર કાઢું. પછી વિચાર આવ્યો કે અત્યારે ગુલામ કે કૂવો મારા માટે કંઈ કામના નથી. કૂવામાં પાણી નથી અને ગુલામ ઘરડો થયો છેતેથી તેને પાડોશીને બોલાવ્યા અને કહ્યું કે કૂવામાં માટી નાખી હું કૂવો પૂરી દઈશ અને ગુલામને દફન પણ કરી દઈશ. કૂવામાં પડેલો ગુલામ આ જાણી એકદમ દુઃખી થઈ ગયો. મોત સામે દેખાયુંપણ ગુલામ ડહાપણવાળો હતો. વિચાર્યું કે જેમ જેમ લોકો માટી નાખશે તો જે માટી મને દફનાવા માટે નાખવામાં આવે છે તે માટી મારા માટે ઉપર ચડવાનો માર્ગ થઈ જશે. વિચારવું સહેલું છે પણ થોડી માટી ઉપર પડી કે તમ્મર આવી ગયા અને પગ ઢીલા થઈ ગયાપણ ગુલામે હિંમત હારી નહીં અને જેમ જેમ માટી પડી તેમ ખંખેરી ઉપર આવવા માંડયો. છેલ્લે સાવ બહાર નીકળી ગયો. આપણી દરેક સમસ્યા ઉપર ચઢવાની સીડી છે, જો સકારાત્મક રીતે વિચારીએ તો.