welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Friday 8 June 2012

પ્રાર્થનાચિઠ્ઠી એક શિક્ષકની વેદના…..એક બાળકની કલમે…








પ્રાર્થનાચિઠ્ઠી એક શિક્ષકની વેદના…..એક બાળકની કલમે



પ્રતિ,
શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)

સ્વર્ગ લોક,નર્કની સામે,
વાદળાની વચ્ચે

મુ.આકાશ.


પ્રિય મિત્ર ભગવાન,

જય ભારત સાથ જણાવાનું કે હું તારI ભવ્યમંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.હું શું કામ ભણું છું
એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલેમારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.મારા સાહેબે કિધુતુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે
…!


પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપરઆરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુય કેમ નથીદર ચોમાસે પાણી ટપકે છે,
આ મને સમજાતુ નથી
…!


પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતોય નથીઅને હું દરરોજ બપોરેમધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…!આવું કેમ…?


પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!
સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું
…!


પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકોને બાળકોહે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય મારા મંદિરેકેમ ડોકાતા નથી…!


પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છેને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યું  છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તોય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તોય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?


શક્ય હોય તો પાંચેયના જવાબ આપજેમને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…!ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથીતું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકુંવિચારીને કેજે…! હું જાણું છું તારેય ઘણાયને પૂછવું પડે એમ છે.પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે…!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશપણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…!
જલ્દી કરજે ભગવાનસમય બહું ઓછો છે તારી પસેઅને મારી પાસે પણ
…!


લી.એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી

અથવા

ભારતના એક ભાવિ મજૂરના વંદે માતરમ્‌. 

=======================







ત્રણ વસ્તુ



વેપારમાં ત્રણ વસ્તુની જરૂર છે……
હામ,
દામ અને ઠામ

ત્રણ વસ્તુથી પાછળ હઠો……..
પૂરનું પાણી,
પાપ અને આગ

ત્રણ ગુણને આવકારો…….
કરકસર,
ઉદ્યોગ અને જ્ઞાન

અગ્નિ વગર બાળનાર ત્રણ………
ક્રોધ,
કપુત અને ક્લેશ

ત્રણ વસ્તુનો સમાવેશ કરો……….
અહિંસા,
દયા અને ઉપદેશ

ત્રણ ગુણથી આબરૂ વધે……..
સત્ય,
સદાચાર અને પરોપકાર

ત્રણથી દૂર ભાગો……..
આળસ,
ખુશામત અને બકવાસ

ત્રણને માન આપો……
વડીલો,
ન્યાય અને સંયમ

ત્રણ માટે લડો……..
આઝાદી, ઈમાન અને ઈંસાફ


Monday 4 June 2012

દોસ્તો જીદગીમાં આટલુ જરૂર કરજો.





બાળપણ વિતાવશો ક્રુષ્ણની જેમ,

વિધા અભ્યાસમાં થજો અર્જુન જેવા


ભોળા બનજો શ્રી રામ જેવા


ગુરુભકત બનજો એકલવ્ય જેવા


ભકત બનજો હનુમાન જેવા

 
હિંમતવાન બનજો અભિમન્યુ જેવા


બળવાન બનજો ભીમ જેવા


ભાઇ બનજો ભરત-લક્ષમણ જેવા 


માબાપની સેવા કરજો શ્રવણ જેવી


ન્યાયી બનજો શીખી રાજા જેવા


દાનેશ્વર બનજો મેધ (વરસાદ) જેવા


છેલ્લે દાન કરો તો ચક્ષુદાન કરજો.