welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ના વિધાર્થીઓ માટે

  1. અર્થશાસ્ત્ર

  2. નામાનાંમૂળતત્વો

  3. અગ્રેજી

  4. ગુજરાતી

  5. આંકડાશાસ્ત્ર

 


નામાનાંમૂળતત્વો

તુ વાર્ષિક હિસાબ શેનો માંગે છે? 
ખાતાઓની ખતવણી કરૂ છું. 
તારો પ્રેમ એ ઉધારબાકી છે. 
મારૂ હૈયુ એ જમાબાકી છે. 
બાકીઓ શોધતા સરવૈયુ બનાવું છું. 
તો ઉપલક ખાતુ બનાવું છું. 
તું તો વેપારખાતાનો કાચો નફો છે.
હું તારા માટે ચોખ્ખો નફો જ છું.
મળેલ વટાવની અસર આપી હોય તો 
તો અગાઉથી ચુકવેલ પ્રિમિયમ આપી દેજે
નહિ તો ન  x નુ માં ચોખ્ખી ખોટ થશે. 
હું તારા દિલનો દેવાદાર છું.
તું મારા દિલની લેણદાર છે.
એક હવાલાની અસર બાકી છે.
કોઈ કસર છોડે તે પહેલાં
વાર્ષિક હિસાબ શેનો માંગે છે? 




વાણિજયના વિષયો મહી; મુખ્ય વિષય છે નામું,
આમનોંધ અને ખતવણી વિના, શિક્ષણ થાય નકામું,
બી.કોમ ની ડિગ્રીનો પાયો છે, નામું લખવાનું શાસ્ત્ર,
ભણી ગણી ને સમજી જાણો, જીવન જીવવા પાત્ર,
દ્રિનોંધી નામા પધ્ધતિમા થાય છે વ્યવહાર ની બે નોંધો
જેના પરથી પ્રથમ લખાય છે ચોપડામા આમનોંધો,
વ્યકિત,માલ-મિલકત ને ઊપજ ખર્ચ, ખાતાં ના છે ત્રણ પ્રકાર,
કરજો આમનોંધ ને આધારે,એક ખાતાં જમા ને બીજે ખાતે ઉધાર,
ઉધાર-જમાના નિયમો પણ, ત્રણ ખાતાં ના ત્રણ,
વાચીં વિચારી કરીને નોંધે તેમા તેને પડે સમજણ,
વ્યકિત ખાતાં નો નિયમ, લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા.
માલ-મિલકત ખાતાં નો નિયમ, આવે તે ઉધાર અને જાય તે જમા.
ઊપજ-ખર્ચ ખાતાં નો નિયમ, ખર્ચ કે નુકશાન ને ઉધાર,આવક-ઉપજ ને જમા.
શાંતિથી સમજી ને સૌ એ કરવી નોંધ ઉધાર જમા.
ખાતાવહી મા ખોલવા, સૌ ખાતાં તમામ,
આમનોંધ ને કારણે, કરવું ખતવણી નુ કામ,
તેના પર થી કાઢવી, સૌ ખાતાં ની બાકી,
કરી સરવાળા- બાદબાકી કાઢો ઉધારબાકી-જમાબાકી,
ઉધારબાકી ને જમાબાકી નું કાચુ સરવૈયું છે પત્રક,
કાચાસરવૈયા પરથી થાશે વાર્ષિક હિસાબો નુ પત્રક,
વાર્ષિક હિસાબ છે. પાકુ સરવૈયું,ખાતાં નફો કે નુકશાન ને વેપાર
જેના આધારે સૌ કોઇ કરતા ભાવિ ધંધાકિય આર્થિક વ્યવહાર
કાચોનફો ને નુકશાન શોધી આપે વેપાર ખાતું
ચોખ્ખો નફો ને ચોખ્ખુ નુકશાન શોધી આપે નફા નુકશાન ખાતું
ધંધા ના વ્યવહારો નો સાચો અરીસો પાકુ સરવૈયું
ધંધાની આર્થિક પરિસ્થિતિ નું સાચું પ્રતિબબ ઝીલે પાકુ સરવૈયું 

FOR  ACCOUNTANCY, DO NOT FEAR BECAUSE CHIRAG  SHAH  IS  HERE