welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Monday 28 May 2012


માણસની પાંચ ખોટી ધારણાઓ તેને આખી જિંદગી દૂ:ખી કરવા માટે પૂરતી છે




(1) મારી મહેનત કરતાં મને ઓછું મહેનતાણું મળે છે અને મારું શોષણ થાય છે !

(2) મારી લાગણીઓને કોઈ સમજતુ નથી અને મારી વાત કોઈ સાંભળતુ નથી !

(3) મારા કામની કોઈ કદર કરતુ નથી અને મને યશ મળતો નથી !

(4) મેં હંમેશાં બધાને મદદ કરી છે અને હવે મારે જરૂર છે ત્યારે મને કોઈ મદદ કરતુ નથી !

(5) મારો કોઈ દોષ નથી હોતો અને છતાં મારો જ વાંક કાઢવામાં આવે છે !



મિત્રો,
આ પાંચેય ધારણાઓમાં આપણે આપણા દુ:ખ માટે "બીજાને" જવાબદાર માનીએ છીએ.એક વાત યાદ રાખજો , માણસ જયારે પોતાના સુખને"પરાધીન" બનાવી દે છે, ત્યારે તેને "પીડાધીન" બનતાં ભગવાન પણ અટકાવી શક્તો નથી !

આજનું શિક્ષણ



આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે

પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું

સ્વીમિંગપૂલના સઘળા નિયમોનું પાલન કરવાનું

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું

લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે

કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે

અમથુ કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું

ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો

'આઉટડેટ' થયેલો વડલો મારી કાઢે છે ભૂલો

પોઝિટિવ વિચાર


એક હબસી ગુલામ પોતાના માલિકના કૂવામાં પડી ગયો. માલિકે ગુલામની ચીસો સાંભળી કૂવામાં ડોકિયું કર્યું તો કૂવામાં પડેલા ગુલામને જોયો. તેને સહાનુભૂતિ થઈ અને વિચાર્યું કે ગુલામને કેવી રીતે બહાર કાઢું. પછી વિચાર આવ્યો કે અત્યારે ગુલામ કે કૂવો મારા માટે કંઈ કામના નથી. કૂવામાં પાણી નથી અને ગુલામ ઘરડો થયો છેતેથી તેને પાડોશીને બોલાવ્યા અને કહ્યું કે કૂવામાં માટી નાખી હું કૂવો પૂરી દઈશ અને ગુલામને દફન પણ કરી દઈશ. કૂવામાં પડેલો ગુલામ આ જાણી એકદમ દુઃખી થઈ ગયો. મોત સામે દેખાયુંપણ ગુલામ ડહાપણવાળો હતો. વિચાર્યું કે જેમ જેમ લોકો માટી નાખશે તો જે માટી મને દફનાવા માટે નાખવામાં આવે છે તે માટી મારા માટે ઉપર ચડવાનો માર્ગ થઈ જશે. વિચારવું સહેલું છે પણ થોડી માટી ઉપર પડી કે તમ્મર આવી ગયા અને પગ ઢીલા થઈ ગયાપણ ગુલામે હિંમત હારી નહીં અને જેમ જેમ માટી પડી તેમ ખંખેરી ઉપર આવવા માંડયો. છેલ્લે સાવ બહાર નીકળી ગયો. આપણી દરેક સમસ્યા ઉપર ચઢવાની સીડી છે, જો સકારાત્મક રીતે વિચારીએ તો.

Sunday 13 May 2012


ભગવાન કોને કહેવાય?

ભ………..જેનો ભૂમિ પર કાબુ હોય 


ગ………..જેનો ગગન પર કાબુ હોય,

વા……….જેનો વાયુ પર કાબુ હોય,

ન………..જેનો નીર પર કાબુ  હોય    તે……………..!


Saturday 12 May 2012

આશીર્વાદ

એક વાર વહેલી સવારે દૂધવાળાના બે કેનમાં કાચબા ભરાય ગયા. પેહલા કેન ના કાચબાએ વિચાર્યું- “સફર ઘણું લાંબુ છે ને દૂધમાં છું એટલે મારું મરણ નિશ્ચિત છે” તેથી તે કેન માં નીચે બેસી ગયો. બીજા કેન ના કાચબાએ વિચાર્યું- ” આવું નસીબ કોનું હોય કે દૂધ માં સ્નાન કરવાનું મળે” તેથી તે કેનના ઉપરના ભાગમાં કુદાકુદ કરવા લાગ્યો. છેવટે દૂધવાળો તેના ગ્રાહક પાસે આવ્યો પેહલું કેન ખોલ્યું તો તેનું દૂધ બગડી ગયું હતું બધું દૂધ ધોળી નાખ્યું અને કેનમાંથી મરેલો કાચબો બહાર નીકળ્યો. બીજું કેન ખોલ્યું કે તરતજ તેમાંથી કાચબો બહાર નીકળી ગયો અને દૂધ માં ઘણી હલચલ થવાથી દૂધ માખણ બની ગયું હતું. વળી, માખણના દૂધવાળાને બમણા પૈસા મળ્યા.દૂધવાળાએ કાચબાનો આભાર માન્યો.સાર-પરિસ્થિતિ ગમે તે હોય હકારાત્મક વલણ આપનાવવાથી જીવન સફળ રીતે જીવી શકાય છે.એક કાચબો નકારાત્મક વલણના લીધે મુત્યુ પામે છે અને બીજો હકારાત્મક વલણના લીધે જીવનને મેળવે છે અને બીજા ના આશીર્વાદ મેળવે છે.

...અગ્નિપથ ...


વ્રુક્ષ હો ભલે ખડે, હો બડે હો ઘને, એક પત્ર ચાહ ભીમાંગ મત, માંગ મત, માંગ મત ...અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથતું ન નમેગા કભી, તું ન ઝુકેગા કભી, તું ન થકેગા કભી,કર શપથ.. કર શપથ..કર શપથ..અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથ...યે મહાન દૃશ્ય હૈ, ચલ રાહ મનુષ્ય હૈ, અશ્વસ્વેદ રક્ત સે,લથપથ...લથપથ... લથપથ...અગ્નિપથ ... અગ્નિપથ... અગ્નિપથ...


શિક્ષક દિન

ખુબ સાદી અને  સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન  ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન  ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી  ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી  ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે . સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે  ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી  કે  ખરાબ છબી ઉપસતી હોય છે .દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ? આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી  થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી . શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ  બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ  શિક્ષણ  , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું  અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ  અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .

Thursday 10 May 2012


હુ ચિરાગ શાહ.
જીવનને પ્રભુ નો પ્રસાદ માનુ છુ.
મારુ શિક્ષણ :
સ્નાતક અને અનુસ્નાતક
મારા શોખની વાત કરૂ તો તેમાં પણ મારી કોઇ એકની પસંદગી નથી.
વાંચન અને સાહિત્યમાં રૂચી છે
ગુજરાતી અને હિન્દી ગીતો ગમે છે.
મારા કેટલાક સિધ્ધાંતો અને મારી જ દોરેલી લક્ષ્મણરેખા પણ છે. જેને વળગી રહેવું મને ગમે છે.
મારામાં જે નથી તેનો કોઇ અફસોસ નથી અને જે છે તેનું અભિમાન નથી. સંતોષથી મોટુ બીજુ કોઇ ધન નથી.

Wednesday 9 May 2012

ફીક્સ વેતનધારકો માટે આંચકાજનક સમાચાર

અમદાવાદ, તા.૧૦
રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી સાવ મામુલી રકમથી સરકારની ફરજ બજાવી રહેલા લાખ્ખો ફીક્સ વેતનધારકો માટે આંચકાજનક સમાચારમાં સુપ્રીમ કોર્ટે આ દરેકને છઠ્ઠા પગાર પંચની ભલામણો મુજબનું લઘુત્તમ વેતન ચુકવવા રાજ્ય સરકારને કરેલા હાઈકોર્ટના આદેશના અમલ સામે આજે જસ્ટિસ ડી.કે. જૈન અને જસ્ટિસ અનિલ આર. દવેની ખંડપીઠે મનાઈ હુકમ ફરમાવ્યો છે. હાઈકોર્ટમાં પીઆઈએલ કરનાર ક્ષી યોગક્ષેમ માનવ સંસ્થાન સંસ્થાને ખંડપીઠે નોટિસ પાઠવી વધુ સુનાવણી આઠ સપ્તાહ બાદ નિશ્ચિત કરી છે.
હાઈકોર્ટે આ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચના લાભનો હુકમ કર્યો હતો
પીઆઈએલ કરનાર સંસ્થાને નોટિસ પાઠવી, આઠ સપ્તાહ બાદ સુનાવણી
આટલા કરોડ રૂપિયાનો બોજ ઉઠાવી શકાય તેમ ન હોવાની સરકારની દલીલ હતી
શ્રીયોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાન તરફથી કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં બબ્બે વખત રાજ્ય સરકારની ફીક્સ વેતનની નીતિને ગેરબંધારણીય અને શોષણાત્મક ગણાવી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. સાથે જ આવા તમામ વેતનધારકોને કમસે કમ છઠ્ઠા પગારપંચની ભલામણ મુજબનું લઘુત્તમ વેતન તેઓ ફરજમાં જોડાય તે સમયથી આપવા અને ઉપરાંત કાયમી કર્મચારીને મળતા હોય તેવા ભથ્થાં અને લાભ આપવાનો આદેશ કર્યો હતો.
રાજ્યમાં લોકરક્ષક, વિદ્યાસહાયક, હોમગાર્ડ સહિતની વિવિધ કેટેગરીમાં સરકારે ૨૫૦૦થી ૪૫૦૦ સુધીના ફીક્સ વેતનથી ભરતી કરેલી છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલી આ ભરતીને બે વર્ષ પૂર્વે પણ આ જ સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.
એ વખતે પણ ચીફ જસ્ટિસ એસ.જે. મુખોપાધ્યાની ખંડપીઠે સરકારની ટીકા કરી તમામને છઠ્ઠા પગાર પંચ મુજબ લઘુત્તમ વેતન ચુકવવાનો આદેશ કર્યો હતો. પરંતુ આ આદેશનું કોઈ જ પાલન ન થતાં પુનઃ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી.
આશ્ચર્યજનક રીતે સરકારે આ આદેશનું પાલન કરવામાં ભારે વિલંબ કર્યા છતાં હાઈકોર્ટ સમક્ષ તેનું પાલન કરવા હજુ વધુ સમય માંગતી અરજી કરી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાનને વધુ એક વખત જાહેર હિતની અરજી કરવા જણાવી ફરી એક વખત તેની સુનાવણી યોજી હતી. જેના અંતે હાઈકોર્ટના અગાઉના ચુકાદા મુજબ જ રાજ્ય સરકારને આદેશ કર્યો. આ આદેશ થયા બાદ સરકારે તેની સ્પષ્ટતા અને અમલમાં નવ મહિના જેટલો સમય આપવાની માંગ કરતી અરજી કરી. પરંતુ હાઈકોર્ટે તે પણ ફગાવી દીધી.
પરિણામે, રાજ્ય સરકારે આ બંને હુકમોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા. જેમાં એવી દલીલ કરવામાં આવી કે, આટલી મોટી સંખ્યમાં કર્મચારીઓને એકસાથે ચુકવવાની થતી રકમ લાખ્ખો કરોડો રૂપિયામાં થાય છે અને તે ચુકવવાની સરકારની હાલ કોઈ જ ક્ષમતા ન હોવાથી આ હુકમ રદ કરવો. આ માંગ પરની સુનાવણી દરમિયાન કોર્ટે હાઈકોર્ટના હુકમ પર પણ સ્ટે ફરમાવવો જોઈએ તેવી માંગ કરી હતી. જે આજે જસ્ટિસ ડી.કે. જૈન અને જસ્ટિસ અનિલ આર. દવેની ખંડપીઠે ગ્રાહ્ય રાખી હુકમના અમલ સામે મનાઈ ફરમાવી છે.
 'આટલા બધાને રોજગારી તો મળે જ છે ને'
યોગક્ષેમ માનવ સંસ્થાનના રાજેન્દ્ર શુક્લએ જણાવ્યું હતું કે, આજે જ્યારે સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકારની એસએલપી પર સુનાવણી હાથ ધરાઈ ત્યારે હાઈકોર્ટના આદેશ પર સ્ટે ફરમાવતી વખતે ખંડપીઠ તરફથી એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર આટલી મોટી સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડી રહી છે તે આમાં જોવું જોઈએ. આ વખતે સરકારના નીતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો તે પણ ખંડપીઠે ધ્યાને લીધો નહોતો.

Tuesday 8 May 2012

સુખ અને દુખ

સુખ અને દુખ એ જીવનનો બહુ મોટો ભાગ છે.જીવન માં સુખ અને દુખ તો તમામ ને આવે જ છે.માનવી ના જીવનમાં જયારે સુખ આવે છે ત્યારે તે બહુ ખુસ થાય છે પરંતુ જયારે દુખ આવે ત્યારે લોકો ભગવાનને જ ગુનેગાર ગણે છે અને બધો દોસ ભગવાન પર ઠાલવે છે.પરંતુ દુખ આવે ત્યારે પણ તેને સહજતાથી જ લેવો જોઈએ અને જીવનમાં સુખ તો દરેક ને જ આવે છે પરંતુ તેને બધા લોકો જુદી જુદી રીતે લે છે. અમુક લોકો દુખ આવે ત્યારે તેઓ બધાને બતાવે છે અને અમુક ના જીવન માં દુખ આવે તો પણ તેઓ કોઈ ને પણ ખબર પાડવા દેતા નથી ખુદ તેમના પરિવાર ના બીજા કોઈ સભ્ય ને પણ નહિ.
જયારે જીવન માં દુખ આવે,ગમે તેટલી મુસીબતો આવે પરંતુ તેમનો સામનો શાંતિ થી અને બુદ્ધિ થી કરવો તેનાથી ડરવું નહિ નહિ તો તે દુખ આપડાને વધારે ડરાવસે અને દુખ નો સામનો મગજ ને શાંત રાખીને કરવો.જયારે દુખ આવે ત્યારે ભગવાન પર દ્રઢ વિશ્વાસ રાખવો અને તમના પર ભરોસો રાખવો કેમ કે ભગવાન તમામને એક સારો રસ્તો જરૂર બતાવે જ છે પરંતુ તેના માટે તેમના પર ભરોસો અને થોડા ખંત થી કામ લેવું જોઈએ.
જીવન માં સુખ અને દુખ એ તડકા અને છાયડા જેવા જ છે એટલે સુખ આવે ત્યારે બહુ ખુસ નહિ થવાનું અને દુખ આવે ત્યારે તેનાથી બહુ ગભરાવવાનું નહિ.ભગવાન દરેક ને સુખ પણ આપે છે પરંતુ તેનો લાભ લોકો ને ઉઠાવતા નથી આવડતો અને તેઓ પછી હમેશ માટે દુખી જ રહે છે.જો આપડે જીવન માં હમેસ માટે સુખી જ રેવું હોય તો આપદા પર કોઈ દિવસ દુખ  ને હાવી થવા નહિ દેવાનું અને આપડે જ તેના પર હાવી થઇ જવાનું.જયારે માનવી બહુ જ ખરાબ રીતે દુખ માં સપડાય છે ત્યારે ભગવાન ખુદ જ તેનો ઉકેલ શોધી કાઢે છે. અને જો આપડે જયારે સુખ આવે ત્યારે જો તેને થોડી બીધ્ધી વાપરીને અને થોડી શાંતિ થી જો કામ લેવામાં આવે તો પછી આપડા પર દુખ ને બહુ હાવી થવા દેતું નથી એટલે સુખ આવે ત્યારે આપડે બહુ ગાંડા થઇ જવું નહિ.
માનવી જયારે દુખ માં સપડાય છે ત્યારે તેને એક તો ભગવાનની, પોતાની હિમત ની અને કોઈ ના સારા આશ્વાસન મળે છે ત્યારે તે બહુ ખુસ થાય થાય છે અને તેને આટલી જ વસ્તુ ની જરૂર હોય છે દુખ માં થી બહાર નીકળવા માટે.

pencil drawing