welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

સુવિચાર


 

 

      chirag shah





 



  • પરાજય શું છે ?
      એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી
      સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.



  • સુખ નથી આવતુ દુ:ખ વગર , પ્રેમ નથી મળતો નફરત વગર.માટે ભરોસો રાખજો ઇશ્વર ઉપર, કેમ કે ઇશ્વરે સાગર નથી બનાયો કિનારા વગર.





  • પડી જાય ઘર બન્યા પહેલાં તો ચણતરની ખામી છે, બેટા બાપ સામા થાય તો ભણતરની ખામી છે, રામ-શ્રવણની માતૃભક્તિ છે ભૂમિના કણકણમા એ ભૂમિમાં આવુ થાય તો નક્કી ઘડતરની ખામી છે.


  • કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.





  • નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે,
     પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે



  • અરીસો
       મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે,
       કારણ કે
       હું જ્યારે રઙું છું ત્યારે તે હસતો નથી




  • જિંદગીમાં કોઈને પ્રેમ નાં કરતા,અને થઇ જાય તો ઇનકાર નાં કરતા,  નિભાવી શકો તોજ ચાલજો તેના રસ્તા ઉપર,નહીતર કોઈની જીંદગી બરબાદ નાં કરતા.



એક ચકલીને એક સફેદ ગુલાબ સાથે પ્રેમ થઇ ગયો. તેને ગુલાબને પોતાના પ્રેમની વાત કરી ત્યારે ગુલાબે કહ્યું- “હું જયારે લાલ રંગનો થઇ જવા ત્યારે તને પ્રેમ કરીશ.” આ સાંભળી ચકલી કાંટાઓમાં પોતાના શરીરને ઘસવા લાગી તેના લોહીથી ગુલાબ લાલ થઇ ગયું. પછી ગુલાબે ચકલીને કહ્યું-”હું પણ તને પ્રેમ કરું છું.” પણ ત્યાં સુધીમાં તો ચકલી મરી ગઈ હતી.

સાર
છોકરી માટે- કોઈ છોકરાની પ્રેમમાં એટલી પણ પરીક્ષા ના લો કે તેને પોતાની જાન ગુમાવવી પડે.
છોકરા માટે-કોઈ છોકરી ના પ્રેમમાં મરી જવું સરળ છે મુશ્કેલ છે તો કોઈ છોકરીની સાથે પોતાની આખી જિંદગી વિતાવવી.


  • કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનું
       મોઢું જોઇને બેકાર બેસી રેહવું એ જ સૌથી શરમજનક છે.

  • જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મો નું ફળ આવ્યું છે જ્યારે રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે.

  • ગરીબ લોકો પૈસાદારોને જેટલા સુખી માને છે એટલા સુખી પોતે ખરેખર હોત તો કેવું સારૂ હોત, એમ પૈસાદારો માને છે.

  • ઈશ્વર દરેક માં વાસ કરે છે. આથી જયારે તમે કોઈ કામ કરો ત્યારે તમારી અંદર બેઠેલા ઈશ્વર ને પૂછી લેવું કે શું હું આ બરાબર કરું છું? જે જવાબ મળશે તે સાચો જ હશે. એ જવાબ મુજબ નો નિર્ણય હમેશા સાચા રસ્તા તરફ નો જ હશે.

  •   જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનું કોઈ દિવસ કઈ જતું નથી.અને જે વ્યક્તિ   ક્યારેય જતું ના કરે તેનું ક્યારેય કઈ બચતું નથી..

  • કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ, કેમ કે મજબૂર માણસ ની આંખ મા ઉગેલી શરમ આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે……!!

ભગવાન  કહે  માણસ ને ,
જો  તું  એમ  કહે  કે  આ  મારું , આ  મારું ,
તો  હું  તને  ’મારું’(મારવું)
પણ  જો  એક  વાર  તું  દિલ  થી  કોઈને  કહી  દે
જા, આ  તારું
તો  હું  તને  ”તારું” (જીવનનો ઉદ્ધાર કરવો)

આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે
કે લોકો સાચું મનમાં બોલે છે, અને…
ખોટું બુમો પાડી ને બોલે છે…!!!

  • સત્ય અને અસત્યની ટક્કર પથ્થર અને માટીના ધડાની અથડામણ જેવી છે. પથ્થર પર માટીનો ધડો પડે તો તે ફૂટી જાય છે અને પથ્થર ધડા પર પડે તો પણ ધડો જ ફૂટે છે.

સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.
સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!
સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.
સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.
સ: શું ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.
સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.
સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા
સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.
સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક
સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ
સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.
સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.
સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા
સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો?
જ: આશિર્વાદ
સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ
સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.
સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ શું મોટામાં મોટી ભૂલ નથી?
સ: યૌવન શું છે?
જ: યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળોકાંઈક.


  • પીસાતી મહેંદી રંગ લાવે છે, ગરમ થતું સોનું આભુષણ બની જાય છે, ટીપાતું તાંબુ તાર બની જાય છે, ટંકાયેલો પત્થર એ પ્રતિમા બની જાય છે.આ તમામ વસ્ત્વિકાઓ એટલું જ કહે છે કે દુખો , કષ્ટો , અગવડો કે… તકલીફો જીવનની સર્વોત્તમ મૂડી બની શકે છે, જો તેનો આપણને સમ્યક ઉપયોગ આવડી જાય તો..


  • જીવન માં ખુશ રેહવા માટે બે સારા રસ્તા
      (૧) જેને તમે ભૂલી નથી સકતા તેને હમેશા માફ કરી દિયો.
      (ર) અને તેને ભૂલી જાવ જેને તમે માફ ના કરી શકો.

  • એક હાથ કોઈને મદદ માટે ફેલાય તે પ્રાથના માટે જોડાયેલા બે હાથ કરતા વધારે મુલ્યવાન હોય છે..


  • વિદ્યારૂપી ધનની કોઈ ચોરી કરી શકતું નથી, રાજા દંડના રૂપમાં લઈ શકતો નથી, ભાઈ ભાગ પડાવી શકતો નથી, એનો કોઈ ભાર હોતો નથી, તે દાન દેવાથી વધે છે અને સર્વ ધનોમાં શ્રેષ્ઠ છે.

  • પોતાનાથી અમીર વ્યક્તિથી ઈર્ષા ના કરવી અને પોતાનાથી ગરીબ વ્યક્તિને જોઈને અભિમાન ના કરવું એજ સાચા અને સંતોષી માનવનો ગુણ છે.