welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Saturday 12 May 2012


શિક્ષક દિન

ખુબ સાદી અને  સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન  ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન  ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી  ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી  ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે . સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે  ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી  કે  ખરાબ છબી ઉપસતી હોય છે .દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ? આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી  થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી . શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ  બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ  શિક્ષણ  , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું  અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ  અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .