welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Saturday 12 May 2012

આશીર્વાદ

એક વાર વહેલી સવારે દૂધવાળાના બે કેનમાં કાચબા ભરાય ગયા. પેહલા કેન ના કાચબાએ વિચાર્યું- “સફર ઘણું લાંબુ છે ને દૂધમાં છું એટલે મારું મરણ નિશ્ચિત છે” તેથી તે કેન માં નીચે બેસી ગયો. બીજા કેન ના કાચબાએ વિચાર્યું- ” આવું નસીબ કોનું હોય કે દૂધ માં સ્નાન કરવાનું મળે” તેથી તે કેનના ઉપરના ભાગમાં કુદાકુદ કરવા લાગ્યો. છેવટે દૂધવાળો તેના ગ્રાહક પાસે આવ્યો પેહલું કેન ખોલ્યું તો તેનું દૂધ બગડી ગયું હતું બધું દૂધ ધોળી નાખ્યું અને કેનમાંથી મરેલો કાચબો બહાર નીકળ્યો. બીજું કેન ખોલ્યું કે તરતજ તેમાંથી કાચબો બહાર નીકળી ગયો અને દૂધ માં ઘણી હલચલ થવાથી દૂધ માખણ બની ગયું હતું. વળી, માખણના દૂધવાળાને બમણા પૈસા મળ્યા.દૂધવાળાએ કાચબાનો આભાર માન્યો.સાર-પરિસ્થિતિ ગમે તે હોય હકારાત્મક વલણ આપનાવવાથી જીવન સફળ રીતે જીવી શકાય છે.એક કાચબો નકારાત્મક વલણના લીધે મુત્યુ પામે છે અને બીજો હકારાત્મક વલણના લીધે જીવનને મેળવે છે અને બીજા ના આશીર્વાદ મેળવે છે.